Bhakti Bhajan Group · ભક્તિ ભજન ગ્રુપ

માના રંગે, ત્રણ રાત સંગે

Ticket & Entry Terms · નિયમો અને શરતો

Bhakti Bhajan Group · Published 27 September 2026

Ticket validity · ટિકિટની માન્યતા

Each guest needs a separate QR ticket, including children under eight (free, but included in the booking). Single-night tickets work only on the booked date; a three-night pass admits one person once on each of 16, 17 and 18 October 2026.

દરેક વ્યક્તિ માટે અલગ QR જરૂરી છે. આઠ વર્ષથી નાનાં બાળકો મફત છે, પણ બુકિંગમાં ઉમેરવા જરૂરી છે. સિંગલ ટિકિટ પસંદ કરેલી તારીખે જ અને ત્રણ દિવસનો પાસ 16, 17 અને 18 ઑક્ટોબરે દરેક દિવસે એક વખત માન્ય છે.

Entry and times · પ્રવેશ અને સમય

Doors open at 6:45 PM; Garba starts at 7:00 PM every evening. For re-entry, please contact entry/security staff before leaving. Keep your QR private: a previously used QR cannot admit another guest. Contact us about disability-related access needs so reasonable adjustments can be arranged.

દરરોજ સાંજે 6:45એ દરવાજા ખુલશે અને 7:00એ ગરબા શરૂ થશે. ફરી પ્રવેશ માટે બહાર જતાં પહેલાં પ્રવેશ/સુરક્ષા સ્ટાફનો સંપર્ક કરો. QR ખાનગી રાખો; વપરાયેલ QRથી બીજી વ્યક્તિને પ્રવેશ નહીં મળે. દિવ્યાંગતા સંબંધિત પ્રવેશની જરૂરિયાત માટે યોગ્ય વ્યવસ્થા કરવા અમારો સંપર્ક કરો.

Food and drinks · ખોરાક અને પીણાં

Food and drink stalls are available. Outside food and drinks are not permitted except baby food, infant feeding supplies and medically necessary items. Please inform our team on arrival if an exception applies.

ફૂડ અને પીણાંના સ્ટોલ ઉપલબ્ધ છે. બહારનો ખોરાક અને પીણાં લાવવાની મંજૂરી નથી; બાળકનો ખોરાક, શિશુને ખવડાવવાની વસ્તુઓ અને તબીબી જરૂરિયાતની વસ્તુઓને છૂટ છે. આગમન સમયે ટીમને જાણ કરો.

Respectful behaviour · યોગ્ય વર્તન

Respect guests, performers, volunteers and security. Abuse, harassment, threats, violence and dangerous or seriously disruptive behaviour are not tolerated. Authorised security and volunteers may refuse entry or require someone to leave for serious misconduct or refusal to follow reasonable safety instructions. Management may cancel the affected ticket without refund where lawful and proportionate. Decisions will take account of the circumstances and any required reasonable adjustments.

મહેમાનો, કલાકારો, સ્વયંસેવકો અને સુરક્ષા કર્મચારીઓનો આદર કરો. ગાળાગાળી, હેરાનગતિ, ધમકી, હિંસા અથવા જોખમી અને ગંભીર ખલેલ પહોંચાડતું વર્તન સ્વીકાર્ય નથી. ગંભીર ગેરવર્તન અથવા યોગ્ય સુરક્ષા સૂચનાઓનું પાલન ન કરવાથી અધિકૃત સુરક્ષા કર્મચારી કે સ્વયંસેવક પ્રવેશ રોકી શકે અથવા બહાર જવા કહી શકે. કાયદેસર અને યોગ્ય હોય ત્યારે મેનેજમેન્ટ સંબંધિત ટિકિટ રિફંડ વગર રદ કરી શકે છે. સંજોગો અને જરૂરી અનુકૂળ વ્યવસ્થા ધ્યાનમાં લેવાશે.

Refunds and event changes · રિફંડ અને કાર્યક્રમમાં ફેરફાર

Tickets are generally non-refundable if you change your mind or cannot attend. Management may consider exceptional personal circumstances individually; a discretionary refund is not guaranteed. If we cancel, we will offer a refund for the cancelled event or affected part of a pass. For postponement or significant changes, we will explain the available options and honour applicable refund rights. These terms do not restrict your statutory consumer rights.

મન બદલાય અથવા હાજર ન રહી શકો તો સામાન્ય રીતે રિફંડ મળતું નથી. અસાધારણ વ્યક્તિગત સંજોગોમાં મેનેજમેન્ટ વિનંતી વિચારી શકે છે; રિફંડની ખાતરી નથી. અમે કાર્યક્રમ રદ કરીએ તો રદ થયેલા કાર્યક્રમ અથવા પાસના સંબંધિત ભાગનું રિફંડ આપીશું. કાર્યક્રમ મુલતવી રહે કે મહત્વનો ફેરફાર થાય તો વિકલ્પો જણાવીશું અને લાગુ રિફંડના અધિકારો માન્ય રાખીશું. તમારા કાયદાકીય ગ્રાહક અધિકારો યથાવત્ છે.

Children and safety · બાળકો અને સુરક્ષા

Children must remain supervised by a responsible adult. Follow reasonable safety instructions and keep entrances and emergency exits clear.

બાળકો જવાબદાર પુખ્ત વ્યક્તિની દેખરેખમાં રહેવા જરૂરી છે. યોગ્ય સુરક્ષા સૂચનાઓ અનુસરો અને પ્રવેશદ્વાર તથા ઇમરજન્સી બહાર નીકળવાના રસ્તા ખુલ્લા રાખો.

Contact · સંપર્ક

For booking questions, access needs or exceptional refund requests, contact bhaktibhajangroup15@gmail.com or Ghanshyam: 07375 453674; Sandip: 07912 752801; Tushar: 07587 746336 and quote your booking reference.

બુકિંગ, પ્રવેશની જરૂરિયાત અથવા અસાધારણ રિફંડ વિનંતી માટે બુકિંગ નંબર સાથે bhaktibhajangroup15@gmail.com અથવા Ghanshyam: 07375 453674; Sandip: 07912 752801; Tushar: 07587 746336 પર સંપર્ક કરો.

Back to tickets · ટિકિટ બુક કરો